Copyright sandesh

Business News: Bangladeshમાં ડુંગળીના ભાવ નિયંત્રણ બહાર, 60ના સ્થાને 120 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી કિંમત Business News: Bangladeshમાં ડુંગળીના ભાવ નિયંત્રણ બહાર, 60ના સ્થાને 120 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી કિંમત બાંગ્લાદેશમાં ડુંગળીની કિંમત આસામાને પહોંચી છે. સામાન્ય જનતા માટે ડુંગળી ખરીદવી મુશ્કેલ બની રહી છે. Business| By Sandesh Team | Published: Nov 06, 2025 04:37 pm Share With: બાંગ્લાદેશમાં વેપાર સ્થિતિ ડામાડોળ ADVERTISEMENT Playback speed બાંગ્લાદેશમાં થોડા દિવસોમાં જ બાદ ડુંગળીની કિંમતો બમણી થઇને 120 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગઇ હતી. ડુંગળીના ભાવમાં ધરખમ વધારો બાંગ્લાદેશમાં ડુંગળીના ભાવ આસમાને પહોંચી ગયા છે. થોડા દિવસોમાં બજાર ભાવ બમણા થઈ ગયા છે. જેનાથી સામાન્ય લોકોના રસોડાના બજેટ સંપૂર્ણપણે ખોરવાઈ ગયા છે. રાજધાની ઢાકા અને ચિત્તાગોંગ, રાજશાહી અને ખુલના જેવા દેશના અન્ય ઘણા શહેરોના બજારોમાં ડુંગળી 110 થી 120 રૂપિયા પ્રતિ કિલોમાં વેચાઈ રહી છે. થોડા દિવસો પહેલા જ આ જ ડુંગળી 60 રૂપિયા પ્રતિ કિલોમાં ઉપલબ્ધ હતી. છૂટક દુકાનદારો કહે છે કે તેમને જથ્થાબંધ બજારમાંથી વધુ ભાવ મળી રહ્યા છે. જેના કારણે તેઓ વધુ ભાવે વેચવા મજબૂર થઈ રહ્યા છે. World News: Bangladeshમાં પોતાની પસંદગીની સરકાર બનાવવા ઇચ્છે America?, બે શક્તિશાળી NGOઓ થયા સક્રિય Bangladeshમાં Zakir Naikના પ્રવેશ પર લગાવાયો પ્રતિબંધ, Muhammad Yunusએ કેમ બદલ્યો નિર્ણય?, જાણો World News: Dawood Gang અને Pakistan દ્વારા મોટું કાવતરું, Bangladeshમાં બનાવશે ડ્રગ નેટવર્ક! ભારતે ડુંગળીના નિકાસ પર મુક્યો પ્રતિબંધ સ્થાનિક ડુંગળીનો સ્ટોક ઘટી રહ્યો છે અને ભારતમાંથી ડુંગળીની આયાત બંધ કરી દેવામાં આવી છે. હકીકતમાં, ભારત સરકારે સ્થાનિક ભાવોને નિયંત્રિત કરવા માટે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો, જેની સીધી અસર બાંગ્લાદેશી બજારો પર પડી હતી. ચિત્તાગોંગ અને રાજશાહીના આયાતકારો કહે છે કે ભારતમાંથી આયાત ફરી શરૂ ન થાય અથવા નવો પાક ન આવે ત્યાં સુધી ભાવમાં વધુ વધારો થઈ શકે છે. ડુંગળીના પાકની લણણી થઇ મોડી આ વર્ષે, દેશના કેટલાક ભાગોમાં રવિ સિઝનના ડુંગળીના પાકની લણણી મોડી થઈ રહી છે. લણણી સામાન્ય રીતે ઓક્ટોબરના મધ્ય સુધીમાં કરવામાં આવે છે. પરંતુ આ વખતે તેમાં વિલંબ થાય છે. આયાતકારો અને વેપારીઓ માને છે કે જો સરકાર તાત્કાલિક આયાતને મંજૂરી આપે, તો બજારમાં બીજા જ દિવસે રાહત જોવા મળી શકે છે. જોકે, નિષ્ણાતો કહે છે કે વાસ્તવિક ઉકેલ કડક બજાર દેખરેખ અને જરૂર પડ્યે સમયસર આયાતમાં રહેલો છે. Follow us on: વોટ્સએપ ચેનલમાં જોડાઓ Related Articles Automobile News: નવી કાર ખરીદવાનું વિચારો છો, તો જાણીલો કઈ બેંક કેટલા વ્યાજ દરે આપે છે કાર લોન... Stock Market Closing: લાલ નિશાનમાં માર્કેટ બંધ, સેન્સેક્સ 83,368 અંકે બંધ Anil Ambaniની મુશ્કેલીઓ ઘટવાનું નથી લઈ રહી નામ, EDએ ફરી મોકલ્યું સમન્સ Royal Enfield Bullet 650: ડગ...ડગ...ડગ...એજ અવાજ, એજ અંદાજ 93 વર્ષ બાદ ફરી ગૂંજ્યો, આવી ગઇ સૌથી દમદાર બુલેટ Physicswallah IPO: પૈસા રાખજો તૈયાર, આ દિવસે ખૂલશે Physicswallah IPO, જાણો શું હશે પ્રાઇસ બેન્ડ Gold Price Today: 6 નવેમ્બરે સોનાના ભાવ બદલાયા, જાણો મોંઘુ થયુ કે સસ્તુ થયુ સોનું?